________________
બે કેદીઓ મોટે હોદ્દે ગયા છે. તેમ છતાં તેઓ સાહેબે આ બાબતમાં જે કંઈ નેંધ કરી હશે તે બરાબર તપાસવાની હું તને ખાતરી આપું છું.”
ડાન્ટ રાજીરાજી થઈ ગયો. વિલેફૉર્ટની નોંધ તે સારી જ હતી, એવો તેને ભરોસો હતો.
ઇન્સ્પેકટર સાહેબ હવે બીજા કેદીની મુલાકાતે ચાલ્યા. તેની બેલી ડાન્ટની ખેલીથી જરા દૂર હતી. એબ ફેરિયા નામના પાદરીને ૧૮૧૧માં તે ખાલીમાં પુરવામાં આવ્યો હતો. ૧૮૧૩ થી તે ગાંડો બની ગયો હતો. તે પાદરી પોતાની મુક્તિના બદલામાં ફ્રેન્ચ સરકારને દશ લાખ ફૂાંક આપવા તૈયાર હતા. તેની જાણમાં એક મોટો ગુમ ધનભંડાર છે, એમ તે કહેતો. બીજે વર્ષે તેણે તે રકમ વધારીને ૨૦ લાખ ફ્રાંક કરી હતી. ત્રીજે વર્ષે ૩૦ લાખ અને ચોથે વર્ષે ૪૦ લાખ. એમ દર વર્ષે પિતાની રકમ તે વધારતે જતો હતો. તેની કેદનું આ પાંચમું વર્ષ હોઈ, તે જરૂર આ વખતે ૫૦ લાખ ફાંક આપવાનું કહેશે, એમ પણ ગવર્નરે ઇન્સ્પેકટર સાહેબને જરા હસતાં હસતાં જણાવી દીધું.
તેની ખોલીનું બારણું ઉઘાડ્યું ત્યારે તે ભીંતના ઊખડેલા પ્લાસ્ટરના ઢેફા વડે ગોળ કૂંડાળું દેરી, ભૂમિતિની રેખાકૃતિ દરતે હતો. ઇસ્પેકટરે તેને કંઈ ફરિયાદ કરવાની હોય તો જણાવવા કહ્યું. પેલાએ કહ્યું: “ઇટાલીની રાજખટપટ અંગે મને પકડવામાં આવ્યો હતો. હું પણ સમ્રાટ નેપોલિયનની પેઠે એમ માનતા હતા કે ઇટાલીને એક છત્ર હેઠળ એકત્રિત કરવામાં આવે, તે જ તે સુખી થઈ શકે તેમ છે.'
ઇન્સ્પેકટર જલદીથી વચ્ચે બોલી ઊઠ્યો : “એ બધું તે ક્યારનું પતી ગયું. નેપોલિયન પોતે જ કેદખાનાની હવા ખાય છે; અને ફ્રાન્સની સરકારને પહેલાંની જેમ ઇટાલીની બાબતો વિશે હવે કશી લેવાદેવા રહી નથી. પણ અહીં મારે તમારી સાથે રાજનીતિની વાત ચર્ચવી નથી; તમારે કંઈ અંગત મુશ્કેલી હોય તો તેની વાત કરો.”
પણ સાહેબ, તમે જણાવો છો તેમ હવે ફ્રાન્સની સરકારને