SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સિંદબાદ, ખલાસી શ્રી. મોરેલે પોતાને મળેલી મુદત દરમ્યાન પૈસા ઊભા કરવા આકાશ-પાતાળ એક કરી નાખ્યાં, પરંતુ કોઈ તેમને પૈસા ધીરવા તૈયાર ન થયું. છેવટે શ્રી. મૉરેલે જીવ ઉપર આવી છેલ્લે પાસે ફેંકી જોયો: પૅરિસ જઈ તેમણે ડેગ્લર્સ પાસે પૈસા માગ્યા. ડેગ્યુર્સ મૂળે તેમને જ નેકર હતો, તથા તેમની ભલામણચિઠ્ઠીથી જ સ્પેનના બેન્કરની નોકરીએ જોડાઈ શક્યો હતો. ત્યાંથી જ તેની સમૃદ્ધિની શરૂઆત થઈ હતી. હેન્ડલર્સ તે વખતે ૫૦ લાખથી ૭૫ લાખ ફાંકનો આસામી ગણાતો હતો, અને તેને ગમે તેટલી રકમ ઉધાર મળી શકે એવી તેની શાખ હતી. એટલે તે જો ધારે તો પોતાના ખીસામાંથી એક ફ્રોક પણ કાઢયા વિના જ શ્રી. મૉલને જોઈતી રકમ ઉધાર અપાવી તેમને બચાવી લઈ શકે તેમ હતું. પરંતુ ડેગ્યુર્સે કશી પણ મદદ કરવાની ઘસીને ના પાડી દીધી. શ્રી. મૉરેલ પેરિસથી નિરાશ થઈ પહેલી સપ્ટેબરને રોજ પાછા આવ્યા. ત્યાર પછી ઘરનું સૌ કોઈ સમજી ગયું કે હવે તે જીવ ઉપર આવશે. જુલીએ તરત પોતાના ભાઈ મેકિસમિલિયનને પત્ર લખી દીધો કે, કાગળ મળતાં તરત જ દોડી આવ. તેની ઉંમર બાવીસેક વર્ષની જ હતી, પરંતુ તેના મરદાનગીભર્યા સદ્ગુણો અને તેના નિર્મળ હદયને કારણે તેના લશ્કરી સાથીઓમાં પણ તેને સારો પ્રભાવ પડતો હતો. શ્રી. મૉરેલ પણ તેની કોઈ વાત કદી ઉથામતા નહિ,
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy