________________
તપાસ
પણ તેની મા તાકીદ કરતી બોલી ઊઠી, “બેસ, બેસ, હવે! જાઓ વિલેફોર્ટ, તમારી ફરજ પહેલી ! મારી આ બેવફા છોકરીના બોલ સામું ન જોશો.'
વિલેફૉર્ટે રેની સામે આંખ મિચકારીને તેને ખાતરી આપી કે, તારી ઇચ્છા પ્રમાણે જ હું વર્તીશ; પરંતુ સાસુજીને તો તેણે એમ જ કહ્યું, “માતુશ્રી, તમારી દીકરી ઉપર ગુસ્સો ન કરશો; તેની રાજભક્તિની ઊણપ હું મારી વધારે પડતી કટ્ટરતાથી ભરપાઈ કરી આપીશ!”
તપાસ
વિલેફૉર્ટ ઘર તરફ જવા નીકળ્યો, ત્યાં રસ્તામાં જ શ્રી. મોરેલ તેને મળ્યા. તેમણે ડાન્ટ તદ્દન નિર્દોષ લેવાની તથા ભૂલથી જ તેના ઉપર આક્ષેપ આવ્યાની વાત કરી,
વિલેફૉર્ટે જવાબમાં કટાક્ષ કરીને કહ્યું, ‘અંગત જીવનમાં સીધા હોય એવા માણસો રાજકીય જીવનમાં કાવતરાખોર નથી બનતા શું? છતાં હું ખાતરી આપું છું કે, તમારા માણસનો કિસ્સો હું ન્યાયીપણે તપાસીશ અને જો તે નિર્દોષ માલૂમ પડશે તે તેને એક મિનિટ પણ વધુ નહીં રોકી રાખું.”
મૉરેલ ખિન્ન થઈ પાછા ફર્યા.
પરંતુ ૧૯-૨૦ વર્ષના જુવાન ડાન્ટનો ખુલ્લો તથા નિખાલસ ચહેરો જોયા પછી વિલેફૉર્ટના મન ઉપર તેના વિશે એકદમ તો સારી છાપ જ પડી. તેમાંય જ્યારે વિલેકૉર્ટે જાયું કેતેની ધરપકડ થઈ તે વખતે તે પણ પોતાની પેઠે પોતાના વિવાહની મિજબાનીમાં હતું, ત્યારે તે તેનું મન એકદમ કુમળું બની ગયું.
વધુ પૂછપરછથી વિલેફૉર્ટને ખાતરી થઈ કે, નેપોલિયનના રાજ્યકાળમાં તે ડારે પોતાની નોકરી ઉપર પણ દાખલ થયો ન હતો