________________
શે. દર ઈફ હતો તે હાલમાં જ – બેઠા બેઠા – તેણે આખી રાત વિતાવી હતી. તેણે કશું ખાધું પીધું ન હતું.
જેલરે તેને સમજાવ્યો, ત્યારે તે માત્ર એટલું જ બોલ્યો, “મારે જેલના ગવર્નરને મળવું છે. નાયબ કોટવાળ શ્રી. વિલેફોર્ટને પૂછીને ખાતરી કરી જુઓ; મને અહીં ભૂલથી ખોટી રીતે લાવવામાં આવ્યો છે.'
જેલરે જવાબ આપ્યો, “તારી સજાને કાગળ બરાબર છે; કશી ભૂલ થઈ જ નથી. અને આ જેલમાં કેદીઓ કદી ગવર્નરને મળી શકતા નથી.’
“તે પછી મારે ખાવુંપીવું પણ નથી.”
મૂરખ, અશકય વસ્તુઓ માટે નું આવા વિચાર કે જીદ કર્યા કરીશ, તો આ અંધારિયા ઓરડામાં હું પંદર દિવસમાં જ ગાંડો થઈ
જઈશ.”
“એવું પહેલાં બન્યું છે ખરું?”
“હા, આ જ ઓરડામાં એક પાદરી રહેતા હતાતે પોતાની મુક્તિ માટે ગવર્નરને લાખો કૂક આપવાની વાત કર્યા કરતે. છેવટે તે ગાંડો થઈ ગયો.”
અહીંથી ગમે તેને કેટલા દિવસ થયા?” બે વરસ.' તેને છોડી મૂકવામાં આવ્યો ?'
‘ના; ગાંડા ઝનૂની કેદી તરીકે ભોંયતળથી પણ નીચેની કાળી કોટડીમાં તેને કાયમ માટે ઉતારી દેવામાં આવ્યો છે!”
જુઓ, હજુ તે હું ગાંડો થઈ ગયો નથી. તમે માર્સેલ્સમાં કેટલા લોકોના વાસમાં મર્સિડીસ નામની છોકરીને મારો સંદેશો પહોંચાડશો? તમને હું કરોડો તે નહીં, પણ ત્રણસો ફૂાંક મળે તેવી વ્યવસ્થા જરૂર કરી આપીશ.”