SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ પછી બધી વાત વિગતે કહેવા-સાંભળવાનું પૂરું થતાં બીજે દિવસે ઝાંપા આગળ મળવાનો વાયદો કરી, તે બંને હાલ તુરત તે છૂટાં પડયાં. ૧૭૮ બીજે દિવસે ઇરટિયરે વીલ લખનારને બાલાવીને જૂનું વીલ ફાડી નંખાવ્યું, તથા વેલેન્ટાઇનને જ પેાતાની કુલ વારસદાર ઠરાવી. શરત એટલી કે, તેને તેમનાથી કદી છૂટી પાડવામાં ન આવે. વેલેન્ટાઇન હવે દર વર્ષે કુલ ૩ લાખ ફ઼ાંકની આવકની હકદાર થઈ. ૨ વેલેન્ટાઇનના લગ્નનું કોકડું આમ ગૂંચવાઈને તૂટી ગયું હતું, તે અરસામાં એક દિવસ કાઉંટ મૉર્સર્ફ પેાતાના સારામાં સારો પેાશાક પહેરી, સારામાં સારા ઘેાડા જોડાવી, બરન ડૅન્ગ્લર્સના ઘર તરફ જવા નીકળ્યા. પોતાના જૂના મિત્રના આવવાના હેતુ સમજી જઈ, ડેંગ્લર્સ જરા અણગમાવાળું માં કરીને તેની સાથે વાતો કરવા બેઠો. મૉર્સર્ફ એ જોઈ જરા નવાઈ પામી, પે!તાના શબ્દોમાં લવાય તેટલી મધુરતા લાવીને બાલ્યા : ‘ આપણે ઘણા દિવસ પહેલેથી વિચારેલી યોજના હવે અમલમાં મૂકવાનું કરીએ તે કેમ ?’ " કઈ યોજના ? મને કશું યાદ નથી !' ડૅન્ગ્લસે નફટાઈથી જવાબ આપ્યા. મૉર્સર્ફ ઘૂંટડા ગળી જઈ, તેને યાદ કરાવતા હોય તે રીતે ધીમેથી જણાવ્યું : ‘ યુજેનીનાં લગ્ન આલ્બર્ટ સાથે કરવનું આપણે ઘણા દિવસથી નક્કી કરેલું છે, તે હવે પતવી દઈએ તે ?’ ‘મારે હજી એ બાબત ઉપર વિચાર કરવો જોઈશે.' ' આઠ આઠ વર્ષ જે વાતને થઈ ગયાં, તથા જે વાત નક્કી છે અને જુએ છે, તે વિષે હજુ વિચાર કરવાને સમજાવવા માગેા છે, દાસ્ત !' કાઉંટ, રોજ રોજ નવી બાબતો બનતી જાય, એટલે જૂના એમ જ સૌ કોઈ જાણે છે બાકી છે, એમ તમે મને
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy