________________ માનવની સારી બાજુને જ આગળ કરીએ, તે તે માનવ ન રહે, પણ દેવ’ બની જાય, તેમ જ તેની હીન બાજુને જ આગળ કરીએ, તે પણ તે માનવ ન રહે પરંતુ ‘સેતાન’ બની જાય. સાચા નવલકથાકાર તેથી માનવની સારી તેમ જ હીન એમ બને બાજુઓને તાણાવાણાની પેઠે સાથે જ વણીને રજૂ કરે છે, જેથી સાચે “માનવ” મૂર્તિમંત થાય. અને એ સાચા માનવની કહાણી આપણ માનવને જેટલી સ્પર્શી જાય, તેટલી માત્ર ‘દેવ’ની કે નર્યા ‘શક્ષસ'ની કહાણી આપણને ન સ્પશી શકે. ‘આશા અને ધીરજ એવી સાચા માનવની કહાણી છે, જે વાચકને સ્પર્યા વિના રહેશે નહીં.” વાચક”.