________________
૧૪૬
આશા અને ધીરજ મેડમની ખુશીને પાર ન રહ્યો. પરંતુ કાઉન્ટ જ્યારે મુલાકાતને અંતે બહાર નીકળ્યો, ત્યારે તેને લાગ્યું ખરું કે ઝેરી સાપણ જેવી મૅડમના હાથમાં ગયેલી એ ઝેરની શીશી ભારે ઉત્પાત મચાવવાની છે.
વાત એમ હતી કે, વેલેન્ટાઇનને દર વર્ષે ૫૦,૦૦૦ ફાંકની આવક જેટલો વારસે તેની મૃત માતા રેની તરફથી મળ્યો હતો. વળી રેનીના પિતા માવિસ સેન્ટ-મેરાન અને તેમનાં પત્નીને રેની ઉપરાંત બીજું કાંઈ સંતાન ન હોવાથી, તેટલી બીજી મિલકત વેલેન્ટાઇનને તેમની પાછળ ચોક્કસ મળવાની હતી. વધારામાં વિલેૉર્ટના પિતા નો ઇરટિયર પણ પોતાની બધી મિલકત વેલેન્ટાઈનને જ આપવા ઇચ્છતા હતા; કારણ તેમને પોતાના પુત્ર વિલેફૉર્ટની નવી પત્ની તથા તેના પુત્ર એડવર્ડ તરફ જરા પણ ભાવ ન હતો. લક્વાર્થ તેમનું આખું અંગ નિશ્ચષ્ટ થઈ ગયું હતું; માત્ર આંખ મીંચી-ઉઘાડીને તે હા અથવા ના એટલું સમજાવી શકતા. વેલેન્ટાઈન અને નાઇટિયરનો જૂનો નકર બેરોઇસ, એ બે જણ જ તે અપંગ ડોસાની મન દઈને ચાકરી કરતાં હતાં. ડોસાની આંખમાં પ્રગટ થતા બધા ભાવો તે બે તથા વિલેફૉર્ટ એટલાં જ સમજી શકતાં. વિશેષ કંઈ સમજાવવું હોય, ત્યારે ડોસ ડિક્ષનરી મંગાવતો અને તેમાંના શબ્દો ઉપર કોઈ આંગળી ફેરવે એટલે આંખ વડે હા કે ના કહી, પિતાને કહેવાના શબ્દો બતાવતે. વેલેન્ટાઇન એ રીતે શબ્દો શોધી કાઢવામાં પણ બહુ પાવરધી બની ગઈ હતી.
વેલેન્ટાઇન પોતે મૂળે અનાસક્ત પ્રકૃતિની યુવતી હતી. તેને પૈસાની કે સાંસારિક સુખ-પ્રતિષ્ઠાની કશી પડી ન હતી. એકાદ વર્ષ પહેલાં તો તે પોતાની સાવકી માની પ્રેરણાથી સંન્યાસિનીના મઠમાં જ જોડાઈ જવાની હતી. પરંતુ નો ઇરટિયર ડોસાની આંખમાં પ્રગટી આવેલાં અપાર વેદના, દુઃખ અને હતાશા જોઈને તેને પોતાનો વિચાર પડતો મૂકવો પડયો હતો. અલબત્ત, મૅડમ વિશેફર્ટને એ વાત ગમતી ન આવી; કારણ કે વેલેન્ટાઇન સાધ્વી થઈ જાય, તે જ કાયદા પ્રમાણે તેની બધી મિલકતનો હકદાર તેનો