________________ 280 આશા અને ધીરજ જેકોએ દૂર ક્ષિતિજ તરફ આંગળી કરી. ત્યાં દૂર સરતા જતા એક સફેદ સઢની ટોચ દેખાતી હતી. ચાલ્યા ગયા? પ્રણામ, મારા બંધુ, પ્રણામ, મારા પિતાજી !" ઍકિસમિલિયન બોલ્યો. ચાલ્યાં ગયાં? પ્રણામ મારા બંધુ, પ્રણામ મારી બહેન!' વેલે ન્ટાઇન ગણગણી. “કોણ જાણે હવે ફરી કદી તેમને આપણે જોવા પામીશું કે નહિ?' ઍકિસમિલિયને હતાશ થઈને કહ્યું. “કાઉંટે હમણાં તે આપણને “આશા અને ધીરજ' રાખવા જણાવ્યું, તે ભૂલી ગયા શું?” વેલેન્ટાઈને જવાબ આપ્યો.