________________
ઍડમંડ ડાટે
ઈ. સ. ૧૭૮૯ ના અરસામાં ફ્રાંસની પ્રજાએ પોતાના અત્યાચારી રાજ અને તેના અમીર-સામતના જુલમો સામે તરવાર ઉઠાવી. પરિણામે યુરોપના સૌ રાજાએ ચોંકી ઊઠયા અને ભેગા થઈ ફ્રાંસ ઉપર ચડી આવ્યા. તે વખતે જેના પ્રતાપી સેનાપતિપણા હેઠળ ફ્રાંસની પ્રજા તે સૌના આક્રમણને સામને કરી શકી, તેનું નામ નેપોલિયન.
પરંતુ રશિયાના બરફઘેર્યા પાટનગર મોસ્કો સુધી ફ્રાંસનાં સૈન્યોને દોરી જવાનો પ્રયત્ન કર્યા બાદ, નેપોલિયનને વેરવિખેર હાલતમાં પાછા ફરવું પડ્યું. નેપોલિયનના વિરોધીઓ હવે જોર ઉપર આવ્યા. પરિણામે ઈ. સ. ૧૮૧૪ના એપ્રિલ માસમાં નેપોલિયનને ગાદીત્યાગ કરવો પડ્યો. તેને ભૂમધ્ય સમુદ્રના એક નાનકડા ટાપુ એલ્બામાં દેશનિકાલ કરવામાં આવ્યો. જાના રાજાનો ભાઈ, ફ્રાંસમાં, ૧૮ મા લૂઈના નામથી ગાદીએ બેઠો.
આપણી આ વાત એ અરસામાં શરૂ થાય છે.
ઈ. સ. ૧૮૧૫ના ફેબ્રુઆરીની ૨૮ મી તારીખને રોજ મૉરેલ કંપનીની માલકીનું જહાજ રાગોન સ્મન, ત્રિસ્ટ અને નેપલ્સ વગેરે બંદરોએ થતું માર્સેલ્સ બંદરે પાછું ફર્યું.
વહાણ સાજ સમું દેખાતું હતું તથા એક જુવાન સુકાની પિતાની કાળજીભરી દેખરેખ હેઠળ, પૂરી કુશળતાથી તેને બંદરમાં દાખલ કરી રહ્યો હતો. છતાં બંદરે ઊભેલા હજારો લોકોને લાગ્યા વિના ન રહ્યું કેવહાણ ઉપર કંઈક અવનવું બન્યું છે.