________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્ય વિજય
પ્રકરણ ૩ જું
“રાજમુગટ ” દિવસના ઉજાસથી, ઘુવડને દેખાશે શું ? ઘડો જે કુટેલ તે, ફરી સિંધાશે શું ? ખેરના અંગારમાં, જલની ઘારા દેવાથી શું ? પાપીઓને ધર્મના લેકો કહેવાથી શું?”
“વાહ! શું પરિવર્તન થઈ ગયું? કાલે શું હતું ? આજે શું થઈ ગયું ? માલવાની ગાદી આજે નધણુયાતી થઈ પડી છે. એ પ્રૌઢ પ્રતાપી અવંતીપતિ મહારાજા ભdહરી ક્યાં અને અંધાધુધી ભરેલે આજને સમય ક્યાં? એક વખતનો રાજાધિરાજ આજે વૈરાગી-તપસ્વી થ, માલવદેશ આજે નઘણુયાત થશે. દેવની ગતિ ન્યારી છે માણસ દેવની સાથે બાથ ભીડી શું કરી શકે? એક સરખા દિવસો જગતમાં કેના ગયા છે ? મનુષે તે સમયને માન આપીને તેને આધિન થવાનું જ રહ્યું. વાહ ? કુદરત તારી કરામત !” માળવાની રાજધાની અવંતી નગરીની બાજુમાં ક્ષીપ્રા નદીનાં કાળાં ભ્રમર રામાન નીર, એનાં કલેલો, જળતરંગ, અવંતીની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે, એવા ક્ષીપ્રાના તટપ્રદેશ ઉપર અનેક મનહર નાનાં મોટાં વૃક્ષોમાંનો એક મહાન સિદ્ધવડ એ રમણીયતામાં વધારે કરી રહ્યો હતો. એ વિશાળ વડલાની નીચે એક સુંદર શિવાલય આવેલું છે. તેના ઓટલા ઉપર એક અવધુત આસન લગાવીને “ઝ નમો શિવાય ને જાપ કરતા માલુમ પડતું હતું. આ તરૂણ અવધુતને નિરખી નગરનાં નરનારીઓના હૈયામાં ભક્તિ જાગૃત થતી હતી. જોકે અવધુતને