________________
૧૭
-
પ્રકરણ ર નું
તારી વાણું સત્ય થાઓ. પણ મને એક વચન આપ? કે જ્યારે તું સાંભળે કે હું રાજા થયે છું, ત્યારે હે મિત્ર? તારે મારી પાસે જરૂર આવવું! ?? |
તમારા જેવા ઉત્તમ નરને તે છે. આપની મિત્રતાની યાદશક્તિ તાજી–સજીવન કરવા એક વખત તે હું આપની પાસે જરૂર આવીશ ?
જરૂર ! તારે આવવું ને તારા આવવાથી મારું રાજ્ય શોભાને પામશે. સર્વ મંત્રીઓમાં મુખ્ય મંત્રી થતાં તારાથી રાજ્ય ગૌરવ પામશે!”
અસ્તુ, આપની અને મારી મિત્રતા સત્ય હશે તે આપણે જરૂર ફરીને મલશું. આપને માર્ગ હવે વિલન રહીત થાઓ!
બને મિત્રો ફરી મલવાને સંકેત કરી ત્યાંથી જુદા પડયા. અવધુત પિતાના મિત્રને છોડીને તુટેલ જીગરે અવંતીના માર્ગ તરફ પ્રયાણ કરી ગયો. ભટ્ટે માત્ર પણ એ અવધુત મિત્રના ગુણેને સંભાળતો પોતાના વતન તરફ ગયો. શરીરથી બને મિત્રો જુદા થયા હતા, પણ એક બીજાનાં જીગર એક બીજાની સાથે દૂધ અને પાણીની માફક, અરણિ અને અગ્નિની માફક, પુષ્પમાં રહેલી સુગંધીની માફક મળેલાં હતાં. પ્રીતિ એ વસ્તુ જ એવી છે કે તેનું લેહચુંબકની માફક દૂરથી આકર્ષણ રહ્યા કરે છે – કહ્યું છે કે
“પ્રીતિ એસી કીજીયે, જયસા કણ ખાર; આપ જલે પર રીજવે, ભાંગ્યા સાંધે હાડ )