________________
પ્રકરણ ૨ જું
૧૫ ભટ્ટજી? તમારું કથન જે કદાચ સત્ય થશે તે જરૂર તમારા ઉપકારનો બદલે તમને આપીશ, પરદેશમાં તમારા સહવાસથી હું પિતાના ગૃહની જેમ સુખમાં દિવસો ગાળું છું. તે હું ભુલી તે નહી જાઉ.”
“મહારાજ! તમે પરાક્રમી, સાહસિક ને શૂરવીર છે ! ખચીત રાજા થવાને તમે યોગ્ય નર છો ! ક્યાં કુંજરને કયાં ગભ? ક્યાં શુરવીરને ક્યાં કાયર ? કયાં તમેને કયાં અમે ???
છતાં પણ ભટ્ટ માત્ર ! તમને હું ભુલી જાઉં તે મારા આત્માને ભુલી જાઉં એમ તમે ખચીત માને! કદાચ માને કે હું રાજા થવાને ચગ્ય છું, તે તમારા જેવા મંત્રી થવાને યોગ્ય નથી શું? જે રાજ્યમાં તમારા જેવા મહાઅમાત્ય હેય તે રાજ્ય આબાદી અને જાહેરજલાલી ભગવે એમાં નવાઈ શી ? ” - “ જાહેજલાલીમાં મિત્ર! તમે અમને સંભારે એ બની શકે ખરું કે અમારા જેવા લગેટીયા મિત્ર તે તેવા અવસરે યાદ પણ ન આવે !
અવધુતે કહ્યું કે, “છતાં ય હું તમને મારા મહાઅમાત્ય બનાવીશ. સમજ્યા?”
ઉત્તમજનોનું બે લક્ષણ છે કે તેઓ કેઈનું કાંઇ રાખતા નથી. થોડો પણ ઉપકાર હોય તો તે વ્યાજ સાથે પાછો આપે છે. જેવું બેલે છે તેવું જ તેમનું વતન હાથ છે, પણ દુર્જનની માફક બાલવું કઈ ને વર્તવું કાંઈ એવું , ન હોય ! !
“મિત્ર ભટ્ટજી! તારે જે મિત્ર ભાગ્યે જ મળે છે. દુ:ખમાં પણ તે મારી સાથે મિત્રતા જાળવી રાખી છે તે સુખમાં પણ તું મારી સાથે જ રહે એ મિત્રતાનું લક્ષણ છે. કહ્યું છે કે