________________ એમ કહે છે કે “પિતાજીઆપ રાજ્યના માલિક છે, આપની ઈચ્છા હોય તેને રાજ્યગાદી સોંપવા હકદાર છે. વળી આપે મારી કૈકેયી માતાને આપેલ વચન પળાવું જ જોઈએ તેથી એ અનુસાર માતાની માગણી મુજબ ભરતને રાજ્ય સેપે એમાં હું ખુશ છું આમાં મને આપ જણાવવા જેટલું ય રાખે એમાં મને મારી વિનયની ખામી દેખાય છે.' નાનડિયાને વિનય એ છે કે વડિલને જે ગ્ય લાગે ને કરે, એ નાનડિયાએ તથાસ્તુ કરી લેવું જોઈએ, પણ એને સામને ન કરાય, યા એ માટે મનમાં જરાય કચવાટ પણ ન લવાય. આનું નામ વિનય છે. વિનય એ ધર્મને પામે છે. પિતૃણું ફેડવું, ફેડવામાં અનુકૂળ થવું, એ ધર્મને પાય છે, એ ધર્મને મર્મ ગણાય- રામચંદ્રજી એ જુએ છે કે પિતાજીને કૈકેયી માતા પ્રત્યે વરદાન પૂરવાનું કારણ છે. એ ઋણ તે જ રેડાય કે કૈકેયીને માગવા મુજબ ભરતને રાજ્યગાદી સોંપાય, એમાં જે રામ પિતાને હક આગળ કરતા આવે, ને ભરતને રાજ્યગાદી ન મળે, તે પિતૃજણ ફેલાય નહિ, એટલે રામ સમજે છે કે એમાં મારે અનુકૂળ થઈ જ જવું જોઈએ. કોશલ્યાને રામના કિંમતી બેલ - વનવાસ જતાં રામ કૌશલ્યા માતાને પગે પડવા