________________ 120 વગેરેને લુંટારા તરીકે માનીએ ? વેપાર પર શ્રદ્ધા અને પ્રેમ છે એવી શ્રદ્ધા અને પ્રેમ સામાયિક પ્રતિક્રમણ પિષધ વગેરે ધર્મ પર નથી ! પરિવારની સંભાળ કાળજી થાય છે, એવી પિતાના આત્માની નથી થતી! સંઘ-સાધર્મિકની નહિ! એમ એ બધા પરિવાર–ધંધાધાપા વગેરેની ખાતર દેષ-દુર્ગણદુષ્કૃત્યે સેવાય છે, સદ્ગુણ-સત્કૃત્યે ભૂલાય છે. સારાંશ, સંસારરૂપી અરયમાં જીવને લૂંટાવાનું જ છે, પણ એ લૂંટ અટકાવવાની વાત તે દૂર, એની ઓળખ કે એના ખ્યાલ જેવું ય નથી. કેવું આશ્ચર્ય છે કે " આત્માની આ મહાન સંપત્તિઓની જંગી લૂંટ ચાલી રહી હોય છતાં આત્માને પિતાને પિતાની સાચી સંપત્તિની ઓળખ જ નહિ! તેમ એને ખ્યાલ નહિ કે આ હું ભારે લૂંટાઈ રહ્યો છું!” બેલે, “હું લૂંટાઈ રહ્યો છું” એવું કયાં યાદ આવે છે? નથી યાદ આવતું એનું કારણ મૂળમાં આત્મા અને સદ્ગુણો-સદ્બુદ્ધિ દેવગુરુ ધર્મ શ્રદ્ધા વગેરે આત્મ-સંપત્તિને જ ખ્યાલ નથી કે એનું મમત્વ નથી, તેમ એ મળ્યાને હરખ નથી, પછી એમાં લૂંટાઈ જવા તરફ ખ્યાલ જ કયાંથી જાય? તે એ