________________ મનમાં પૈસાનું મહત્વ પેઠા પછી અરિહંતનું એવું મહત્વ નથી રહેતું એટલે જ અરિહંત ખાતર પૈસા નથી તેડી નાખવાનું મન નથી થતું, પણ અવસરે પૈસાની ખાતર અરિહંતને ઉપયોગ કરવાનું મન થાય છે. માટે જ આ પૈસા ને ટકા તથા પત્ની-પુત્ર મેવામિઠાઈ વગેરે બધા જ વિટંબણું રૂપ છે, ઝેરરૂપ છે.” અરિહંતના ભક્તની આ સમજ હોય પછી, અરિહંતભક્તિમાં ય આનંદ અને વૈભવ-વિષયમાં ય આનંદ, એ બે કેમ બને? ઋષભદેવ ભગવાન પાસે 98 પુત્રો આજ્ઞા–સ્વીકાર માગતા ભરત સાથે લડી લેવાની સંમતિ માગવા આવ્યા. ત્યારે ભગવાને વૈભવ-વિષ-પરિવાર વગેરે સમગ્ર દુન્યવી વસ્તુને વિટંબણું રૂપ બતાવી, એમાં ઝેરની દૃષ્ટિ દેખાડી, તે જ 98 પત્રમાં વૈરાગ્ય ઝળહળી ઊઠે ! અને ત્યાં ને ત્યાં જ ભગવાન પાસે સંસાર ત્યાગ કરી ચારિત્ર લઈ લીધું ! એકલું ચારિત્ર નહિ, પણ હૈયામાં અરિહંતની ભારે ભક્તિ વસાવી, એને પાછી એવી વિકસાવી કે ચારિત્રના પરિણામ અર્થાત સંયમના અયવસાય ઊંચા ઊંચા વધતા ચાલ્યા! તે વીતરાગ ભાવ સુધી પહોંચી ગયા અને કેવળજ્ઞાન પામી ગયા !....