________________ 274 પ્રાર્થના કરતી અભયારાણીથી ન લલચાતાં બ્રહ્મચર્યમાં અડગ રહે છે! તેમજ પછીથી રાણીને ખેટે આરોપ શેઠના માથે ચડતાં શૂળીની સજા ય વધાવી લઈ રાણીની અહિસા ખાતર રાણીના પ્રપંચ અંગે મૌન રાખવાનું સવ દાખવે છે! આમ સત્ત્વના વિકાસ પર એજ ભવમાં ચારિત્ર અને એજ ભવમાં મેક્ષ પામે છે. શેઠ પૂર્વભવે અને અહીં ભયંકર કષ્ટમાં ય દુબળા ન પડયા, કે લાલચમાં ય દૂબળ ન પડયા તે આપણે કષ્ટ–આપત્તિમાં કેમ દુબળા પડીએ છીએ? કેમ મનને એમ થાય છે કે હું આટલો ધર્મ કરું છું ધર્મની શ્રદ્ધા રાખું છું, ને મને આ કષ્ટ ? આ આપત્તિ?” આમ સુખદુઃખમાં દુબળા પડવાનું કારણ આ જ કે ધર્મ પાસેથી અપેક્ષા છે આશંસા છે કે “ધમ મને સુખ આપે, માશં દુઃખ મિટાવે.” આ આશંસા અપેક્ષા હોય એટલે પછી ધર્મથી કષ્ટ હટતું ન દેખાય એટલે ધર્મનું જેમ ન ટકે, અને કષ્ટ જ મન પર બહુ વસી જાય પિલા નેકરને ધર્મથી કષ્ટ હટે” એવી અપેક્ષા જ નથી. એની તે ધર્મની નિરાશસભાવની સાધના છે, તેથી મન પર કષ્ટને ન લેતાં વધુ જોમથી “નમે અરિહંતાણ' પદની રટણને લે છે.