Book Title: Ubbudo Ma Puno Nibuddijja
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 282
________________ 280 ઉઠવા જાય તે ત્યાં પણ એમ ચિંતવવાનું કે “આ હું શું વિચારવા જાઉં છું? દૂધપાકના તપેલામાં ખટાશ દૂધપાક બગાડે એમ આ ધર્મસાધનામાં વિષયને વિચાર ધર્મસાધનાને બગાડી નાખનારે છે. એને કેમ મનમાં ય લવાય ? વળી આવા વિષયવિચારથી વળવાનું કશું નથી, વિષયના વિચારમાત્રથી વિષય સિદ્ધ થવાનું નથી, તે શા સારુ એને વિચારમાં ફેગટ મગજ બગાડું? દુન્યવી પણ સિદ્ધિ થશે તે તે અંતરાય તૂટવાથી જ થશે, અને અંતરાય તૂટશે તે ચોકખી ધર્મસાધનાથી જ તૂટશે. માટે મન માત્ર ધર્મસાધનામાં જ રાખું.” એમ પરિગ્રહ લેભ સંજ્ઞાથી પૈસા-વેપાર-માલધન સંરક્ષણ વગેરેને વિચાર ઊઠવા જાય તે એને દબાવવા આ ભાવના કે,- “ધર્મસાધનાથી તે મારે આ લેથ ઓછી કરવી છે, રાગ ઘસારે પાડ છે, ત્યાં આ હું શું લઈ બેઠે? રાગના ઝેરને પિષનારે વિષય લઈ બેઠે? એ સત્ ચૈતન્યને મારી નાખશે, અને એની આગળ ધર્મ-ધર્મસાધના–દેવ-ગુરુ વગેરે કશા પર જ્વલંત પ્રેમ નહિ જાગવા દે, નહિ ટકવા દે. મારે તે ધર્મ જ અનન્ય છે, સર્વસ્વ છે, એની આગળ આ કશુંય વિસાતમાં નથી. માટે એને વિચાર નકામે છે” સારાંશ,

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284