________________ 279 મળે. એના પર ભારે વાત્સલ્ય કમાવવું હોય તે મારે એના પર ક્રોધ ન જ કરાય.” અથવા આ ભાવના–કે ચાલે, ભાગ્યશાળી આડે ઊભે તે મેં દર્શનથી મનમાં પ્રભુ કેવા વસાવ્યા એનું પારખું કરવાને અવસર મળ્યા ! લાવ, આંખ મીંચીને મન સામે પ્રભુ જ લાવું. એમાં પ્રભુ વધુ સારી રીતે દેખાશે કેમકે ઊઘાડી આંખે તે પ્રભુને જોવામાં પ્રભુની સાથે આજુ– બાજુનું કેટલુંય દેખાયા કરે, ત્યારે “બંધ આંખે આપણે જેટલું જોવું હેય તેટલું જ દેખાય” - એ નિયમથી અહીં આપણને માત્ર પ્રભુ જ દેખાશે ને એ તે વધુ સારું, તેથી આડે ઊભેલા માણસને ઉપકાર માનું. માણસ પર કેધ કરવાની જરૂર નથી એણે મને મારા પૂર્વે કરેલા દર્શનની કસોટીની તક આપી! મનથી એકલા પ્રભુના જ સુંદર દર્શન કરવાને સુવર્ણ અવસર આગે! માટે આ ભાગ્યશાળી તે મારો ઉપકારી બન્યું એના પર કૈધ શાને? આ વાત છે, ધર્મ સાધના વખતે પાપી કષાયસંજ્ઞા કે આહારાદિ સંજ્ઞાને ઊઠવા જ ન દેવી. ઊઠે તે શુભ ભાવનાથી એને દાબી દેવી. આહારસંશાની જેમ વિષયસંજ્ઞા ઊઠે દા. ત. કશા દુન્યવી વિષય ઘર-દુકાન-માલ-સામાન વગેરેને વિચાર