________________ 277 સતીની જેમ નિષ્કામ સેવા : ધર્મસાધનાથી કશું જોઈતું નથી, તે પછી ધર્મસાધના શા માટે કરવાની? આટલા માટે કરવાની કે જેમ નિસ્પૃહી સુશીલ સતી સ્ત્રીને પતિ પાસેથી સારા વસ્ત્ર અલંકાર પૈસા વગેરે કશું જોઈતું નથી, તે પછી પૂછો એને કે “તું ભારે પતિસેવા કેમ કરે છે?” તે એ કહેશે એટલા જ માટે કે પતિ મહાગુણિયલ છે અને મારા સદૂભાગે મને આવા પતિ આરાધવા મળ્યા છે, તે બસ, એમની સેવા જ કરું.” “પણ સેવાથી તારે શું જોઈએ છે?” “મારે ગુણિયલની સેવાથી ગુણ જ જોઈએ છે, જીવનમાં પવિત્રતા જોઈએ છે, કે ઈગ્યને આત્મસમર્પણ કરવાનું જોઈએ છે.' એમ આપણને લાગે કે “ધર્મ મહાગુણિયલ મહા પવિત્ર છે, આ ધર્મ એ મહાન સદભાગ્યે મને મળે છે, તે બસ, એની આરાધના જ કરતે રહું. ધર્મની સેવાથી અધિકાધિક ધર્મ જ જોઈએ છે, પવિત્રતા જોઈએ છે, ધર્મને સમર્પિત થવાનું જોઈએ છે.” એવી સમજથી નિરાશસભાવે ધર્મસાધના થાય. 4 શું સાધન : સંજ્ઞાનિરોધ : એ માટે શું વિચારવું ?