________________ ર૭૬ બેલે એક જન્મમાં કષ્ટ વેઠીને દુન્યવી દુઃખઆપત્તિ વિસાતમાં ન ગણું ધર્મસત્વ અખંડ રાખ્યાનાં આ કેવાંક ઊંચાં ફળ! અને એનું સરવાળે મહાફળ કેવું એ જ જનમમાં ચારિત્ર અને સર્વ કર્મને અંત! સંસાર પરંપરાને અંત! અનાદિની ચાલેલી જન્મ-મરણની વિટંબણને કાયમી અંત ! મહાસત્વના પાયા કેમ પડે? : આ બધું નિરાશંસભાવની ધર્મસાધનાનું ફળ સમજજે. ભવાંતર માટે સુદર્શન શેઠ જેવા કેટલાય પ્રકારના મહાસત્ત્વના પાયા નાખવા હોય તે અહીં આ સુંદર આર્ય જેન માનવ–જનમમાં અવકાશ છે. (1) દાન–શીલ-તપ-ભાવના, (2) સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર, (3) અહિંસા-સત્ય નીતિ, (4) સદાચારબ્રહ્મચર્ય—પરિગ્રહકપ, (5) જિનભક્તિ-સાધુસેવાસંઘવાત્સલ્ય (6) ત્યાગ-વ્રત-નિયમ પરોપકાર, વગેરે ધર્મના ઘણા પ્રકાર છે. એમાંથી છેવટે એકાદ પણ પ્રકારને અડગ સત્વથી નિરાશસભાવે સાધતા રહો, તે જીવનના અંતકાળ સુધી, તે આગામી મહાસત્ત્વના પાયા નખાય છે. નિરાશસભાવ આવે એટલે ધર્મસાધનાથી દુન્યવી કાંઈ ફળ જોઈતું નથી, તેથી સાધનામાં એકાકારતા જામે છે. કારણ?