________________ 273 ઊભા લાકડાના ખૂટા પર પડવાથી ખૂટાથી પેટ ફાટી ગયું છે, ખૂટામાં પિતે પરવાઈ ગયું છે, પાછો ખૂટે ચિકણે એટલે બે હાથે એને પકડીને ઊંચા થઈ પેટ કાઢી લેવા જેવી ય સ્થિતિ રહી નથી, એટલે ખૂટે પેટમાં ઘેચાયાની પીડા અપરંપાર છે, તેમજ મેં પણ પાણીની અંદરમાં હાઈ શ્વાસ પણ ગુંગળાઈ રહ્યો છે. આમ મરણઃ ભારી પીડા અનુભવી રહ્યો છે, છતાં પેલું “નમે અરિહંતાણું” પદનું એનું રટણ એવું જેમવાળું સત્ત્વવાળું છે કે આ વેદનાને વિસાતમાં ન લેખતાં વેદનાનું ધ્યાન મૂકી “નમે અરિહંતાણું” ની રટણામાં જ અતિ લીન બન્યા છે. જે મનમાં આશંસા હેત કે “આ નમે અરિહંતાણુની રટણાના ધર્મથી કમમાં કામ આવા ભયંકર કષ્ટ તે દુર થઈ જ જવા જ જોઈએ, તે અહીં આ ભયંકર કષ્ટમાં દુબળો પડત અને ધર્મનું જેમ ન જાળવી શકત. પરંતુ એવી અપેક્ષા જ નથી રાખી એટલે કષ્ટમાં શું કામ દુબળો પડી ધર્મનું જેમ ગુમાવે ? સવથી એક્ષસવ : બસ, ત્યાં સત્વથી “નમે અરિહંતાણું” ની રટણામાં મરીને તરત એ સુદર્શન શેઠને ભવ પામે છે, કે જ્યાં સત્ત્વ વિકસાવી રૂપાળી અને સામેથી ભેગની