Book Title: Ubbudo Ma Puno Nibuddijja
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 273
________________ 271 - દેવતા તરત દેવમાયા સંકેલી લઈ વહાણ સ્વસ્થ કરી દઈ અહંન્નકની આગળ આવી નમી પડી હાથ જોડીને કહે છે - " હે મહાન શ્રાવક અહંનક! મને ક્ષમા કરો. સ્વર્ગમાં ઈન્દ્ર તમારી ધર્મશ્રદ્ધાના તમારા સમ્યકત્વના ગુણ ગાયા તે મારાથી સહન ન થઈ શકયા, એટલે મેં તમારી પરીક્ષા કરવા તમને આટલે ત્રાસ આપે. હું તમારી ક્ષમા માગું છું. ધન્ય છે તમારી આટલી બધી નિશ્ચલ જૈનધર્મ-શ્રદ્ધાને ! એના બદલામાં તમે જે જોઈએ તે માગે. હું તમારું શું પ્રિય કરું?” અહંનક કહે “મારે તે સમ્યકત્વ નિર્મળ કરવાની તક મળી, એટલે તમે મારું કાંઈ જ બગાડ્યું નથી, તમારે શાની ક્ષમા માગવાની? મારે કાંઈ જ જોઈતું નથી. મારે મારી ધર્મશ્રદ્ધા–સમ્યકત્વથી વધીને જગતમાં શું કિંમતી છે કે સમકિતના બદલામાં એની ચાહના રાખવાની હોય?” અહંનક આ કેમ કહી શકે છે? કહે, એટલા જ માટે કે એના સમ્યકત્વ ધર્મની સાધના નિરાશસભાવથી છે. દેવતા ખૂબ આગ્રહ કરે છે પરંતુ અહંન્નકને મન ધર્મશ્રદ્ધા એ પરમ નિધાન છે, એટલે શું કામ એનાથી નીચેની બીજી કશી વસ્તુની ચાહના કરે કે લલચાય અને એ માગે?

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284