________________ ર૬૨ ઠરાગ્ય એટલે વૈભવ-વિષય પ્રત્યે ઝેરની દષ્ટિ. વૈરાગ્ય એટલે મૈભવ-વિષયથી ઊભગી જવું. - રાગ્ય એટલે ભવ-વિષયમાં જ્યાં આનંદને અનુભવ થાય ત્યાં શરમ લાગવી, કે “હાય! મને અરિહંતભકતને આ શે આનંદ? ભય લાગે કે હાય! આમાં મારું શું થશે ?' સમકિતી જીવ વૈરાગી હોય, એટલે વૈભવ-વિષયેથી ઊભગેલે હેય, એમાં ભયવાળે અને શરમવાળે હેય. હજી એ અવિરતિમાં છે, ત્યાગી નથી, તેથી વૈભવ– વિષય પર રાગ છે, એ ગમે છે એમાં આનંદને અનુભવ થાય છે, પરંતુ એ બધાની પાછળ હૈયે. બળતરા છે, ભય છે શરમ છે, ઝેરની દૃષ્ટિ છે પછી કેમ એ અરિહંતભક્તિ અને વૈભવ-વિષને સમાન લેખે? કેમ એ બંનેમાં સમાન રીતે આનંદ માણે? એ તે સમજે છે કે અરિહંતભક્તિ તે તારણહાર છે, આત્માના ભાવપ્રાણ વૈરાગ્ય ક્ષમા મૈત્રી વગેરેને પોષનાર છે. માટે એમાં જ આનંદ મણાય એનું જ આકર્ષણ રખાય, એને જ મહત્વ અપાય. ભકિતધર્મમાં ય આનંદ, અને વૈભવ-વિષયમાં ય આનંદ, બે બને નહિ. વૈભવ-વિષમાં જે આનંદ મા, એનું આકર્ષણ રહ્યું, જે એને મહત્ત્વ આપ્યું, તે સમજી રાખે કે