________________ વધારનારા છે, જ્યારે અરિહંતભક્તિ ભવના ફેરા કાપનાર છે.' દુન્યવી વૈભવ-વિષયે મારણહાર છે, અરિહંતભક્તિ બજારણહાર છે.” આ દુન્યવી ઋદ્ધિ-સંપત્તિમાં ચિત્ત આકર્ષાય ત્યારે ભગવાન ભુલાય છે, ધર્મ ભુલાય છે, મૈત્રી ક્ષમા વગેરે ભાવ ભુલાય છે ન્યાય-નીતિ ભુલાય છે! ભગવદ્ભક્તિ-પ્રીતિ અને મૈત્રી ક્ષમા વગેરે ધર્મ તો આત્માના ભાવપ્રાણ છે. એને નાશ કરનાર રાજ્યઋદ્ધિ-સંપત્તિ અને માનપાન વગેરે એ મારણહાર ગણુય. ચિત્તની સમાધિસ્વસ્થતા ગુમાવનાર કેશુ? અદ્ધિ-સંપત્તિ અને દુન્યવી વિષયે. એમાં ચિત્ત આકર્ષાયું એટલે ચિત્ત અસ્વસ્થ બન્યું સમજે, સ્વસ્થતા ગઈ સમાધિ ગઈ સમજે. સમાધિ જોઇએ છે? તે દ્ધિ-સંપત્તિ અને માનપાન તથા ઈદ્રિના વિષનું મનમાં આકર્ષણ મહત્વ પડતું મૂકે. - જે એને મહત્વ આપ્યું, જે એથી આનંદ મળે એમ માન્યું, તે ચિત્તની સમાધિ ગઈ સમજે, જ ભગવાન પાસે એય દામ “જય વાયુસૂય” સૂત્રમાં “સમાહિ-મરણું માગે છે ને?