________________ 258 મારે જનમ પવિત્ર થઈ ગયે! અને અહીં જે મને આ ધર્મસેવા મળી એની માત્ર અહીં જ અનુમોદના નહિ, પણ ભવભવ મારે ધર્મ પામ્યાની પ્રભુભક્તિ પાયાની અનુમેહના રહે. દુન્યવી કયી વસ્તુથી જનમ પાવન થાય છે? મેટા છ ખંડના રાજ્યથી નહિ; કેમકે એ છ ખંડના રાજ્યવાળે ચક્રવતી તે જે એમાં ને એમાં રપ મરે, તે સીધે નરકમાં જ સિધાવે છે! તે છ ખંડના મહા સામ્રાજ્ય એના જનમને શું પાવન કર્યો? તે પછી શી એની આશંસા રાખવાની? આશંસા માત્ર અધિકાધિક ધર્મની કયારે બને ? જીવનમાં ધર્મને જ સર્વેસર્વ મનાય ત્યારે, જીવનમાં ધમ કરવો કઠીન નથી, પરંતુ જીવનમાં ધર્મને જ સર્વેસર્વા રાખવે કઠિન છે. નિરાશસભાવ હોય તે જ ધર્મને સર્વેસર્વા માની શકાય, સર્વેસર્વા રાખી શકાય. દેવપાલે અરિહંતભક્તિને ધર્મને સર્વેસર્વા રાખે છે, ને ઠેઠ રાજા બન્યા અને રાજકુંવરી પરણવા મળ્યા પછી પણ અરિહંતભક્તિ જ જીવનમાં સર્વેસર્વાં રાખી છે, રાજ્ય ચલાવવાનું તે શ્રાવક મહામાત્યને સોંપી દીધું છે. તે જ તે અરિહંત બનવાનું તીર્થંકરનામકર્મ નામનું પુણ્ય કમાઈ ગયા છે! 1.