________________ 26 વિષયેનું આકર્ષણ એ અસમાધિ છે - ત્યાં જ ખ્યાલ આવે જોઈએ કે “હું જે અત્યારે આ દુનિયાની ત્રાદ્ધિ-સંપત્તિને અને ઈન્દ્રિયના વિષયને મહત્વ આપું છું એનું આકર્ષણ રાખું છું, એના આનંદ નિસંકેચ ભેગવું છું, તે એમાં ચિત્ત અસ્વસ્થ છે, ચિત્તમાં સમાધિ નથી, અસમાધિ છે. પછી આમ ને આમ જિંદગીભર ચલાયે જઈશ તે સમાધિ-મરણ યાને મરણ વખતે સમાધિ કયાંથી રહેવાની હતી? અંતકાળે સમાધિ કેમ આવે? - માટે જે મારે અંતકાળે સમાધિ જોઈએ છે તે જીવનમાં સમાધિને અભ્યાસ જોઈશે, અત્યારથી જ મારે સમાધિની ટેવ પાડવી જોઈએ, ને એ માટે આ દુન્યવી વૈભવ-વિષાનાં આકર્ષણ પડતા મૂકવા જોઈએ, એને મહત્વ જ ન આપવું જોઈએ, એમાં આનંદ હેવાનું ન જ મનાય; પણ આનંદ આવી જાય તે ચેકી ઊઠવું જોઈએ કે આ વૈભવ-વિષયે તે હળાહળ ઝેર! એમાં હું મૂરખ આનંદ છે માનવા બેઠે?” મેટા ભરત ચકવર્તી ચક્રવર્તીને રંગરાગ–ભેગમાં બેઠા છતાં મનમાં આ ઍકામણ રાખતા, તેથી “ભરતજી મન હી મેં વૈરાગી” એમના મનમાં તે વૈરાગ્ય જ ઝળહળતે હતે.