________________ 217 ભકિતના ફળ રૂપે મારે મેક્ષ જોઈએ છે. એ તું ન આપી શકે અને તું આપી શકે એ ચીજ મારે ભકિતના ફળ તરીકે જોઈતી નથી. હું ભક્તિ કરું છું તે દુન્યવી કશી જ વસ્તુની અપેક્ષા વિના માત્ર જન્મ-મરણની વિટંબણાથી મુક્ત થવા માટે બેલ મને મુકિત આપી શકે છે?” * હવે શું કરે ધરણે? એણે હાથ જોડ્યા “ભાઈ! હજી મારે જ મોક્ષ હું કરી શકતું નથી તેને મેક્ષ શી રીતે આપું?” ધર્મની સાધનામાં નિરાશસભાવની બલિહારી છે. - જ્યારે મન મેટું બને, ત્યારે જ દુન્યવી વિષયને તુચ્છ લેખે. મન મહાન બન્યા પછી પ્રભુભક્તિ, ત્યાગ, દાન, ક્ષમા, સંયમ, દેવ, ગુરુ વગેરેને અતિ કિંમતી લેખવાનું માનસિક વલણ ઊભું થાય. મન વિષયને તુચ્છ દેખે ત્યાં પછી નિરાશસભાવ રાખવે સહેલે. પછી તે મન જ અંદરથી પોકારતું હોય કે ઈદ્રિના વિષયે તે આયારામ–ગયારામ; ને તે જાય ત્યારે ભારે શેકની પોક મુકાવનારા ! એટલું જ નહિ એ ગયા પહેલાં ય પાછા રહે ત્યાં સુધી ય હદયના ભાવે બગાડી શુભ ભાવેને વિસારે પાડનારા ! એમાં શું કેહવું? શા એને માથે ચડાવવા?”