________________ દેવ પાલ! ખેર! તું મારું આખું નહિ લે, પરંતુ તારા આ ઉત્કૃષ્ટ ભક્તિના પરિણામથી જે તત્કાલ ફળે એવું પુણ્ય તે બાંધ્યું છે, ને એનાથી આજથી સાતમે દિવસે તું આ નગરીને રાજા થઈશ!” એમ કહી દેવી અંતર્ધાન થઈ ગઈ. શાસ્ત્ર કહે છે - - ઉત્કૃષ્ટ પુણ્ય-પાપ આ ભવમાં ફળે છે. દેવપાલને આ સાંભળીને આનંદ ન થયે કે “ચાલે. ભક્તિ ફળી, સાતમે દિવસે રાજ્ય મળશે, પણ એને તે ઉલટું ચિંતા થઈ કે “હાય! રાજા થવાનું? તે તે પછી રાજ્ય સંભાળવાની જંજાળમાં મારી પ્રભુભક્તિનું શું થશે!” શું છે આ? નીતરતે નિરાશસભાવ. પ્રભુભક્તિના ધર્મ પાસેથી મોટું રાજ્યપાટ કે કશું એને જોઈતું નથી, દુન્યવી કઈ ચીજની આશા-અશિંસા-અપેક્ષા નથી. જનમની શોભા એણે પ્રભુભક્તિમાં જે માની છે, એવી મેટા રાજ્ય પાટની સમૃદ્ધિમાં નહિ. જન્મ પાવન આજ મારે, ધર્મ તુજ સેવન મહીં; ભાભવ અનુમોદના જે મળી ધમસેવા અહી. અર્થાત્ મારે તે ધર્મસેવામાં પ્રભુભક્તિમાં