________________ 255 એ છે. પ્રભુભક્તિથી પ્રભુભકિત જ રઈએ છે, બીજું કશું જોઈતું નથી. દેવપાલને કો પસ્તાવે? - આઠમે દિવસે વરસાદ બંધ, તે ઊઘાડ નીકળતાં દેવપાલ પ્રભુ પાસે જઈ રે, “પ્રભુ! પ્રભુ! તારી ભક્તિ વિના મારા સાત સાત દિવસ વાંઝિયા ગયા! મને માફ કરજે મેં સાત દિવસ તારી ભક્તિ ન કરી, તારી સંભાળ કરવા ન પામે. મારા નાથ! મને આવી સજા કરીશ ના કે મને તારી ભક્તિ ન મળે; ભલે મહિનાના ઉપવાસ કરવાનું આપજે તે કરીશ, પરંતુ તારી ભક્તિ વિનાને એક દિવસ મારે ન જાય...” ગદગદ દિલે દેવપાલ આંખમાં દડદડ આંસુ સાથે પ્રભુની આગળ રોઈ રહ્યો છે, ત્યાં ચકેશ્વરી દેવી આવી કહે છે - “દેવપાલ! દેવ પાલ! આ પ્રભુની હું અધિષ્ઠાયક દેવી છું, તારી ભક્તિ જોઈ બહુ જ પ્રસન્ન થઈ છું. ભક્તિના બદલામાં માગ માગે તે આપું... દેવપાલ કહે છે “મને પ્રભુભક્તિ આપે દેવી કહે, “અરે! એ તે તારી પાસે છે જ.' આ કહે “ક્યાં મારી પાસે છે? મારી પાસે હોત તે તે આ મારા 7-7 દિવસ પ્રભુભક્તિ વિનાના કેમ જાત?”