________________ ર૫૪ અહા! મને તે આ ભગવાન મળ્યા !" એમ એને એટલે બધે અહોભાવ થાય છે કે એ ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે “પ્રભુ! તમારા દર્શન-પૂજન વિના કેઈ દિવસે મેંમાં પાણીનું ટીપુ ન નાખું.” બસ, પછી તે રોજ ઢેરાં ચરાવવા આવે ત્યારે દર્શન-પૂજન કરે છે, અને એમાં દિલ ખૂબ જ ગદગદ થઈ જાય છે કે “અહા ! મારા જેવા એક નિષ્પણિયાને આ શું મળી ગયું?' આ પ્રભુના દર્શન-પૂજનથી એને શું જોઈતું હતું? કશું જ નહિ. નિરાશંલાવની સાધના છે. એને મન ભગવાનની ભક્તિ મળી એ બધું જ મળી ગયું છે કેમકે સમજે છે કે જીવનની શભા પૈસા વગેરેથી નહિ, પણ પ્રભુભક્તિથી જ છે. એકવાર વરસાદની ભારે હેલી સાત દિવસ ચાલી એમાં જંગલમાં જઈ શકે નહિ, તે ખાનપાન કાંઈ જ કર્યું નહિ, તેમ એને પસ્તા પણ ન થયે કે “હાય ! આવી બાધા-પ્રતિજ્ઞા કયાં કરી બેઠે કે, હું સાત સાત દિવસ ખાધા-પીધા વિનાને રહ્યો!' હા, એને સંતાપ હતું કે “હાય! પ્રભુભક્તિ વિનાના આ મારા દિવસ વાંઝિયા દિવસ જાય છે!” શું આ? નિરાશંસાભાવ. " ! ધર્મથી શું જોઈએ છે? કશું જ નહિ, ધર્મ જ