________________ , રપર પરંતુ દિલમાં પતિ અને પતિની સેવા જ મહત્વ પામે છે, મુખ્ય સ્થાન પામે છે. બસ, આ રીતે આપણે ધર્મ તે સેવીએ પણ ધર્મ પાસે આ ને તે માગ–માગ કરીએ, તે સમજવું ધર્મ એટલે કે ધર્મને દલાલ શુભ કર્મ માગ્યું આપી તે દે, પરંતુ ધર્મના દિલમાં આપણે એવું સારું સ્થાન ન પામીએ. (2) અરે! આપણા દિલમાં પણ મુખ્ય સ્થાન વધુ મહત્ત્વ ધર્મ નથી પામતે, પરંતુ માગેલી જગતની વસ્તુ જ મુખ્ય સ્થાન પામે છે, વધુ મહત્વની બને છે; અર્થાત દિલમાં મહત્વ ધર્મનું નહિ, પણ દુન્યવી વસ્તુનું રહે છે. ત્યારે જે ધર્મ પાસે આપણે કશું માગતા નથી, ધર્મ પાસેથી આપણને કશી અપેક્ષા નથી, આપણું મન એમજ કહે છે કે “મારે ધર્મસેવા જ જોઈએ છે, સેવાના બદલામાં દુનિયાનું કશું જોઈતું નથી, મારે તે ધર્મની સેવના સાધનો મળી છે એટલે બધું જ મળી ગયું છે...આમ આ પણ હૈયામાં મુખ્ય સ્થાન ધર્મ અને ધર્મસેવાનું રહે. એ શું થયું? - જેમ નિરાશંસ પત્નીને દિલમાં મહત્વ પતિ અને પતિસેવાનું, પણ જગતની વસ્તુનું નહિ, એમ નિરાશસ ધર્મસાધકને દિલમાં મહત્વ ધર્મ-ધર્મસેવાનું, પણ જગતની વસ્તુનું નહિ.