________________ ચકવર્તી પાસે તુચ્છ ફળ મોંગા"દ માગે મને શીધું અપાવી દો” તે ચક્રવતીને અપમાન જેવું લાગે કે “આ રાંકડે મારી આટલી જ કિંમત સમજે છે કે હું આટલું જ આપી શકું? મૂર્ખ મારી પાસે આ માગે છે?” તે વ્યવહારમાં પણ દેખાય છે કે પત્ની પતિની સેવા બજાવતી હોય પણ સાથે સાથે માગ માગ કરતી હોય કે “મને પૈસા આપે પૈસા આપે, મને આ લાવી આપ ને તે લાવી આપ” તે સમજુ પતિ પૈસા તે આપે, વસ્તુ ય લાવી તે આપે, પણ એના દિલમાં પત્ની એવું સ્થાન નથી પામી શકતી. પત્નીને નિરાશસભાવ : ત્યારે જે પત્ની પિતે તે ન માગતી હોય, પરંતુ પતિ સામેથી પૂછતો હોય કે “તમારે શું જોઈએ છે?” અને પત્ની કહેતા હોય કે મારે કશું જોઇતું નથી. મારે તે તમે મળી ગયા એટલે બધું જ મળી ગયું છે, તમારી સેવા જ મારે જોઈએ છે મારે બીજું કાંઈ જોઈતું નથી, તે એ પત્ની પતિના દિલમાં ઊંચું સ્થાન પામે છે, અને પત્નીના દિલમાં પણ પતિસેવા આગળ જગતની વસ્તુને મહત્વ જ નહિ, મુખ્ય સ્થાન નહિ,