________________ 253 આમ જે દિલમાં મુખ્ય સ્થાન ધર્મનું રહે છે, તે પછી ધર્મ તે ઊંચામાં ઊંચે કદરદાન સ્વામી છે; એટલે એના દલાલ પુણ્યકમ તરફથી જગતની ઊંચી ઊંચી વસ્તુ મળી જાય છે, ને છતાં પણ આપણે મન એની જે મહત્તા નહિ, તે મહત્તા ધર્મની અને ધર્મસેવાની રહે છે. ધમ સેવીને એની પાસેથી દુન્યવી કશું મળવાની પૃહા નથી, અપેક્ષા નથી, આશંસા નથી, તે એ નિરીહભાવ છે, નિરાશંસ ભાવ છે, અને એમાં જ આપણા દિલમાં દુન્યવી કઈ પણ વસ્તુ કરતાં ધર્મનું ઊંચું મૂલ્યાંકન ઊંચું સ્થાન રહે છે. તે પણ નિરાશસભાવે ધર્મ સાધવામાં અહીં અને પરલોકમાં પણ આપણે મન મહત્વ ધર્મનું, કિન્તુ જગતની વસ્તુનું નહિ. : (1) દેવપાલને નિરાશસભાવ - નિરાશંસ ભાવે કરાતી ધર્મસાધના અંગે પેલા અરિહંતપદના આરાધક દેવપાલને પ્રસંગ ખ્યાલમાં છે ને? શેઠના ઢેરા ચારનાર એ ક્ષત્રિય જાતને રજપૂત નેકર. એને જંગલમાં તૂટેલી ભેખડમાંથી ગષભદેવ ભગવાનની સુંદર પ્રતિમા મળી! ન્હાઈ બેહી ત્યાં નાનું મંદિર જેવું બનાવી એમાં પ્રભુને રાખી પૂજે છે, અને મહાનિધાન પામે સમજી એને “અહો!