________________ 241 હવે એક વિશેષતા જુઓ, કે દર્શન-વંદનમાં દિલ ગદ્દગદ થવાનું કારણ હવે માત્ર એ નથી કે “ક્યાં મારી ભિખારી અવસ્થા ને કયાં મને મળેલાં આ વિશ્વશ્રેષ્ઠ વિતરાગ પ્રભુનાં દર્શન-વંદન” પરંતુ હવે તે એને બહુ દર્શન–વંદન થયાં અને એમાં વળી મંદિરમાં હજારે ભાવિકોને દર્શન–વંદન-પૂજન કરતા જુએ છે તેથી પ્રભુનાં દર્શન-વંદન રૂપી ધર્મનું મહામૂલ્ય વિશેષ સમજાય છે, તેથી હવે તે પિતાની પૂર્વની ધર્મહીન દશાની ભારે ધૃણું પણ થાય છે. એટલે હવે એમ લાગે છે કે - “અરેરેરે ! કયાં મારી પૂર્વની ગેઝારી ધર્મહીન દશા? ને કયાં આજે આ મહાન ધર્મસાધનાની અવસ્થા?” આમ, અહંભાવનાં બે કારણ- (1) દેવ-ગુરુ-ધર્મનું મહાનિધાન રૂપ લાગે ને (2) પેતાની ધર્મહીન દશા પર ભારે ધૃણા થાય. ધર્મહીન દશાવાળી જાત પરની નફરત ધર્મસાધનામાં દિલ ગદગદ કરી નાખે છે. પ્રભુદર્શન-વંદન જે ઊંચા અને નિરાશંસ ભાવથી કરાવે છે એથી ભિખારીને પુણ્ય વધતું જાય છે. એથી ખાવા-પીવાનું મળવામાં હવે ચિંતા રહેતી નથી. પરંતુ એ ત્યાં એ હિસાબ નથી માંડતે કે “ચાલે દર્શન ફળ્યા! ખાવાપીવાનું સુખપૂર્વક હવે મળી