________________ સંસાર કિયાએ શું આપે છે? પાપવિચારે અને પાપભાવે ! કે જેનાથી તિર્યંચગતિ આદિ દુર્ગતિનાં જ પાપ બંધાય. ધર્મસાધના અતિ કર્તવ્ય લાગીને મન એમાં ચુંટયું રહે તે પિલા પાપવિચારે અને પાપભાવેથી અચાય. મરૂદેવા માતાને અત્યંત કર્તવ્યબુદ્ધિએ વીતરાગ બનાવ્યા : અત્યંત કર્તવ્યબુદ્ધિનું મહત્વ ઓછું સમજતા નહિ. માદેવા માતા એના પર કેવળજ્ઞાન પામ્યા છે ! કેવી રીતે? એ પહેલાં પુત્રહવાળા હતા એટલે પુત્ર 2ષભદેવ પ્રભુને કેવળજ્ઞાન થયું ને ભરત ચક્રવતી દાદી માતાને પ્રભુના સમવસરણ પાસે લઈ ગયા, ત્યાં વનમાં રખડતા ધારેલા પુત્રને મહાઐશ્વર્યવાળા જોઈ રાજીના રેડ થઈ ગયા! પરંતુ ત્યાં માતાને પુત્રમેહથી જરાક હું એ લાગ્યું કે જેની ખાતર હું હજાર વરસ રેઇ, અને હવે એની સામે હું જાતે મળવા આવું છું, તે એ મને જરા બેલાવત પણ નથી ? આમ જરાક ખેટું લાગ્યું પરંતુ પછી બહુ ભદ્રક દિલના, તે તરત અન્યત્વ ભાવનામાં વળી ગયા! ઝટ વિચાર્યું કે મરવાની અન્યત્વ ભાવના :