________________ 244 (1) એ અત્યંત કર્તવ્ય લાગે? (2) એના પર અહોભાવ ઊછળતો હોય? સાથે એમાં દિલ ગદ્દગદ ભીનું ભીનું થતું હોય? (3) એની પાછળ કોઈ કરતાં કંઈ જ દુન્યવી આશંસા લાલચ ન હોય? (4). એ વખતે કઈ જ આહાર સંજ્ઞા, વિષયસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા નિદ્રા-આરામની સંજ્ઞા યા ક્રોધાદિ કષાયની સંજ્ઞા લેશ પણ ઊઠતી ન હોય? (1) પહેલી તે એમાં અત્યંત કર્તવ્યતાની બુદ્ધિ હોય તે એ નવકાર સ્મરણ કે દેવદર્શન જ એટલો બધા અત્યંત કર્તવ્ય લાગવાથી મન એમાં જ એંટી ગયું હોય; એટલે ત્યાં બીજે કઈ પણ વિચાર જ ન આવે; બીજા ત્રીજા વિચાર આવવાની ફરિયાદ જ ન હોય. સાધનામાં એવી હે લાગે કે જાણે આ જ કર્યા કરું’ એમ મનને થાય. અસલમાં જોઈએ તે બધીય ધર્મસાધનાને એક મુખ્ય ઉદેશ એ છે કે મનને પાપવિચાર–પાપભાવ-અને ફજુલ વિકલ્પથી બચાવવું કેમકે “મન લઈ જાવે મોક્ષમાં ને મન હી ય નરક મેઝાર