________________ એમને ધર્મધ્યાન શુકલધ્યાનની ધારા લાગી, અનાસક્ત ચાગ નિવિકલ૫ દશા અને વીતરાગ અવસ્થા આવીને ઊભી રહી! પછી તે કેમ? તે કે તરત કેવળજ્ઞાન થયું, અને આયુષ્ય અહીં જ પૂર્ણ થાય છે એટલે તરત જ મેક્ષ સાધી ગયા! અન્યત્વ ભાવનામાં અત્યંત કર્તવયભાવ વીતરાગભાવ સુધી લઈ જાય - આ બધું શાના ઉપર ? અન્યત્વ ભાવનાની ધર્મ સાધનામાં અત્યંત કર્તવ્યભાવ એ લગાડી દીધો કે ઠેઠ વીતરાગતા સુધી પહોંચાડે. એમાં મોક્ષ સુધીનું મંડાણ મંડાઈ ગયું. આ અત્યંત કર્તવ્યભાવ ન હોત તે તે વચમાં બીજા ત્રીજા વિચાર આવી જવાથી ધ્યાન શ્રેણિ ન મંડાત. આની સામે વિચારે, આપણાં પ્રભુદર્શન, પ્રભુપૂજા, નવકારમાળા, સામાયિક, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ, વગેરેમાંથી કઈ એક સાધના આવા અત્યંત કર્તવ્યભાવથી થાય છે કે જેમાં એક પણ બીજે વિચાર નહિ? કહે છે “અમારું ભાગ્ય નથી; ખોટું ન બેલાય; તપાસ ધર્મમાં કમભાગ્ય-કમનસીબી છે? કે કમગરજ અને કમપુરુષાર્થ છે?. - આમ જ આપણે ગોથાં ખાઈએ છીએ. વાસ્તવમાં આપણી ગરજ અને પુરુષાર્થની ખામી છે; હજી