________________ ર૪૮ ધર્મસાધનને અતિ કર્તવ્ય માનવાની એની ગરજ આપણને નથી, તેથી જ આપણે ધર્મ સાધનાને અતિ કર્તવ્ય તરીકે સાધવાને પુરુષાર્થ નથી કરતા, અને દેષ ભાગ્યને દઈએ છીએ કે “મારું ભાગ્ય સારું નથી, તેથી એવી ધર્મસાધના થતી નથી.” મરુદેવા માતાને સાચું માનવાની ગરજ જાગી, હું ? દીકરે મને, આટલે એની સામે આવું છતાં, લાવે નહિ?' એવી મેહની માન્યતા પડતી મૂકવાની, અને “જગતમાં કશું આપણું નથી, બધું આપણાથી પર છે, અન્ય છે, પરાયું છે.” એ સાચી માન્યતા ધરવાની ગરજ જાગી; અને એ પ્રમાણે માનવાને પુરુષાર્થ કર્યો. તે એ કર્યો કે એમાં વચ્ચે પિતાની કાયાને, ઉંમરને, કે અહત્વને વગેરે કશે વિચાર લાવ્યા નહિ. એ અન્યત્વ ભાવનાને પુરુષાર્થ અત્યંત કર્તવ્ય તરીકે કર્યો તે ત્યાં ધ્યાનધારા લાગી, શુકલધ્યાન લાગ્યું, ક્ષપકશ્રેણિ માંડી, અને વીતરાગ બન્યા ! સર્વસ બન્યા! અને મુક્ત બન્યા! ભલા ભેળા મરુદેવા માતા વીતરાગ બને, ને આપણે પેક–હશિયાર તે ભાવમાં ભમતા રહીએ ! ગૌતમ સ્વામીની ભાવના : ખુદ ગૌતમ સ્વામીજી મહારાજે પણ પ્રભુને નિર્વાણ સાંભળી “હે પ્રભુ! 30-30 વરસ તમારી