________________ રહે છે!' કારણ? એને ધર્મને ઊંચે મહિમા સમજાયા પછી દર્શન–વંદન ધર્મના બદલામાં ખાનપાન મળે એવી કઈ જ આશંસા નથી એને તે હવે પોતાની પૂર્વની ધર્મહીન દશા કરડે છે, એટલે એને એિ દશા ટળી એને જ આનંદ છે. નિરાશસભાવ (3) ધર્મસાધનામાં ત્રીજી વસ્તુ આ જરૂરી છે,- નિરાશસભા. ધર્મની સાધના કરે એમાં કશી લૌકિક દુન્યવી ફળની આશંસા કામના ન રાખે. કઈ પૂછે “ધર્મ કેમ કરે છે?” તો આ જ જવાબ કે ધર્મહીન દશા ભૂડી છે, એ ભૂંડી પશુ જેવી અનાર્ય જેવી ધમહીન દશામાંથી બચવા માટે ધર્મ કરું છું. ઉત્તમ માનવ જનમ અને એમાં ઉત્તમ ધર્મસાધક દશા નહિ? ને ભૂંડી ધર્મહીન દશા? ભૂડા અવતારમાં ભૂંડી ધર્મહીન દશા છાજલી કહેવાય, પણ ઉત્તમ અવતારમાં એ ન શોભે. ભિખારીમાં હવે આ આવી ગયું છે, ધર્મ તે હજી પ્રારંભને પ્રભુદર્શન-વંદનને જ કરી રહ્યો છે, પરંતુ