________________ ભિખારીનાં પ્રભુદર્શન કેવા? - ભિખારી હવે પહેએ પાછો નગરમાં અને એણે જિનમંદિરમાં પ્રભુનાં દર્શન-વંદન શરું કરી દીધાં, કેવાંક એ દર્શન–વંદન હશે? જીવનમાં પહેલીવાર સાધુ પાસેથી વીતરાગ પ્રભુની ઓળખ મેળવી છે. પ્રભુને ને પ્રભુનાં દર્શન-વંદનને અચિંત્ય પ્રભાવ જાણે છે, એટલે પ્રભુ પર ઓવારી ગયું છે! હવે એ પ્રભુનાં અહીં દર્શન-વંદન કરવા મળે છે એ વખતે એના માંચ ખડા થઈ જાય છે! મનને આશ્ચર્ય થાય છે કે “અહે! અહે! હું ભાગ્યહીન, અને મને આ વિશ્વશ્રેષ્ઠ ભાગ્યનિધિ ભગવાનની પ્રાપ્તિ !" આમ પ્રભુ મળવા પર એને ભારે અહંભાવ ઊભું થયે છે, એટલે પ્રભુનાં દર્શન–વંદનમાં દિલે ગદુગદ થઈ જાય છે. પ્રભુ પર ભારે અહોભાવથી દર્શન કરતાં ગાંડે ઘેલા થઈ જાય છે. ભગવાન ઉપર આ અહોભાવે પણ એક જ વારના દર્શનમાં નહિ, પણ વારંવાર દર્શન કરતાં કરતાં દિલમાં આવ્યા કરે છે. એમ ગદગદતા ય એક જ વારના પ્રભુદર્શન-વંદનમાં નહિ, પરંતુ જ્યારે જ્યારે દર્શન-વંદન કરે છે ત્યારે ત્યારે દિલ ગદ્ગદ સહેજે થઈ આવે છે. જનમને ધમી નહિ, ન જ ધર્મ પામેલ અને ચિંથરેહાલ દુઃખી ભિખારી, એનાં આ પ્રભુદર્શન, તે તમારા પ્રભુદર્શન કેવા?