________________ . 238 મુનિની અમૃતવાણી : સાધુ કહે છે જે પૈસા હોય તે તે પૈસાથી દાનધર્મ થાય, પરંતુ પૈસા ન હોય તે ય વીતરાગ પરમાત્માનાં દર્શનથી પણ ધર્મ થાય. એવા વીતરાગ ભગવાનનાં દર્શન–વંદન–સ્તવન કરવામાં આપણું અભિમાન તૂટે છે, અને એમના વીતરાગતા ગુણ પર બહુમાન જાગે છે, અને આ વીતરાગનું ને વીતરાગતાનું બહુમાન એ વીતરાગતા ગુણ સિધ્ધ કરવાનું બીજ છે. બીજ વારંવાર સિંચાય એટલે એમાંથી છેડ પત્ર પુષ્પ થઈ અંતે પાક રૂપે–ફળ રૂપે–વીતરાગતા મળે. એ મળે તે આ દુઃખદ સંસારમાં જનમ મરણના ફેરા બંધ થઈ જાય. માટે જે આ નગરમાં જિનમંદિરે ઘણું છે. તે એમાં તારાથી બને તેટલીવાર વીતરાગ પ્રભુનાં દર્શન–વંદન-સ્તવન કરતે રહે, માત્ર ભૂખનું જ દુઃખ શું, બધા ય દુઃખ ધર્મથી જાય, સુખ ધર્મથી મળે. પૂર્વ જનમમાં તે ધર્મ નથી કર્યો એટલે અહીં તું દુઃખી છે. હવે અહીં પણ ધર્મ નહિ કરે, તે આવતા ભવે શું દેખવા પામીશ?” મુનિની અમૃતવાણુ ભિખારીને હૈયે સેંસરી આરપાર ઊતરી ગઈ. એને સચોટ લાગી ગયું કે “ભીખ માગવાનું જ એક જીવન જીવીને તે હું આવા