________________ 239 મહાકિંમતી ધર્મ સાધવા ગ્ય આ અતિદુર્લભ માનવ જનમને બરબાદ કરી રહ્યો છું. સારું થયું આવા મહાઉપકારી ગુરુ મળી ગયા! મારી આંખ ખોલી નાખી ! મને પશુ કરતાં મહા ઉત્તમ માનવ અવતારમાં સારું કરવા જેવું સાચું સાધી લેવા જેવું બતાવ્યું! તે લાવ, હવે વીતરાગ પ્રભુનાં ખૂબ ખૂબ દર્શન વંદન કરવાનું મુખ્ય જીવન બનાવું” ભિખારી હવે ધર્મની ભીખવાળે બને છે - ભિખારી મુનિના પગમાં પડી ગયે. આંખમાં આંસ લાવીને કહે છે “પ્રભુ! પ્રભુ આપે આ રંક ઉપર ભારે દયા કરી! મહાન હિતને માર્ગ બતાવ્યું ! હવે હું એજ કરીશ એથી મારા જનમ જનમ સુધરી જશે. કે શ્રીમંતે મને ઢગલે પૈસા આપી દીધા હોત તે ય એ પૈસાથી મારા આત્માનું કશું ભલું થાત નહિ, માત્ર એ પૈસાથી ખાઈપી મેજ કરી લેતા એટલું જ; પરંતુ એમાં તે ધર્મ વિના જીવન પૂરું કરી પાછે સંસારમાં ભટકતે થઈ જાત! એટલે હવે તે જીવનમાં ભીખ માગવાનું મુખ્ય નહિ, પરંતુ પ્રભુદર્શન-વંદન મુખ્ય કરીશ. આ તે તમે મને ધર્મ આપી મારા જનમ જનમ સુધારી નાખ્યા! અહાહાહા! ભલું થજો તમારું તમારો કેટલે આભાર માનું ! ધન્ય તમારી દયાને !"