________________ એમ ધરાર અનંત ઉપકારી તીર્થકર ભગવાન મળ્યા છતાં એમની આગળ પૈસા પર બહુમાન એટલું બધું રાખવું છે કે પૈસાના મેહમાં પ્રભુનું બહુમાન જતું કરવું. છે, “પૈસા જતા કરીને પૈસા કરતાં પ્રભુને બહું માનવાનું કર્યું એમાં શો ધર્મ આવી ગયે?” તે શું થઈ ગયું? એમ પ્રભુબહુમાનની અવગણના કરવી છે એના દિલમાં “હાય પૈસા !”ના તીવ્ર રાગસંકલેશ પડયા હોય છે, ત્યાં ધર્મ શાને દિલમાં આવે? ત્યાં તે ધનના તીવ રાગસંકલેશથી પાપાનુબંધ એવા ઊભા થાય કે ભવાંતરે પાપબુદ્ધિ મળે, ધર્મબુદ્ધિ નહિ! મમ્મણ શેઠ એમ જ સીધી સાતમી નરકગતિ એવી પાયે કે જેમાં ધર્મબુદ્ધિનું નામ નહિ, ને કષાય પાપબુધ્ધિ સતત ચાલુ! માટે પૈસાના એવા તીવ્ર રાગસંકલેશ રાખવા જેવા નથી એ ટાળવા માટે પહેલે દાનધર્મ છે. ' - આ હિસાબ છે શક્તિ પહોંચે છે તે જીવદયા અને પ્રભુબહમાનમાં પૈસાનું દાન કરો એ પહેલો ધર્મ. પેલે ભિખારી “દાન વિના ધર્મ નહિ” એમ સમજીને સાધુને કહે છે “પ્રભુ! પાસે એક પૈસે નથી, ધર્મ શેનાથી કરું?”