________________ 235 પરંતુ પિતાની કશી પૂજાની વસ્તુ લીધા વિના ગમે, મંદિરના ભગવાન, મંદિરનું દૂધ, મંદિરનું ચંદન, મંદિરના પુષ્પ, મંદિરની અગરબત્તી, બધું મંદિરનું, ને એ લઈને પરભાયું ને પિણાબાર મંડયે પૂજા કરવા! એણે આ શું કર્યું? “ભગવાન ! તમે વહાલા, પણ તમારા કરતાં મારા પૈસા મને વધારે વહાલા, એટલે તમારી ખાતર પૈસા ન તેડી નાખું, તમારી પૂજા ખાતર મારા પૈસાને ઉપયોગ ન કરું, પરંતુ જરૂર પડયે પૈસા ખાતર તમારે ઉપયોગ કરીશ.” આમ પ્રભુ કરતાં ય પૈસાને વધારે વહાલા રાખવાને ભાવ રાખે. આમાં આત્માને શે ઉદ્ધાર થાય? પૈસા આગળ પ્રભુ ગોણું થઈ ગયા. જીવનમાં પ્રભુને મુખ્ય ર્યા વિના આત્માનો ઉદ્ધાર ન થાય. સંસારનું મુખ્ય પાપ “પરિગ્રહ એ સલામત તે સંસાર સલામત જ રહેને? (1) માટે એ પરિહરૂપી મૂળ પાપ પર કાપ મૂકવા. માટે દાન ધર્મ પહેલો કહ્યો. ધર્મની માતા દયા, પિતા પ્રભુ - (2) દાનધર્મ પહેલે હેવાનું બીજું કારણ એ છે કે “દયા ધમ્મસ્ય જણણી” દયા એ ધર્મની માતા છે, અને પરમેશ્વર એ ધર્મના પિતા છે. ધર્મ જોઈએ એને ધર્મના માતા-પિતા વિના ન ચાલે માટે