________________ રરતામાં ભિખારીઓને દાન દેતાં દેતાં જતા હતા. કોઈ મોટી સંઘયાત્રા કાઢે તે પણ પ્રયાણ પૂર્વે ગરીબેને દાન દઈને પ્રયાણ કરતા. પૂછે - પ્ર- દાન ધર્મ પહેલો કેમ? ઉ૦- કારણ આ છે, કે ધર્મ કરવાના છે તે આત્માના ઉદ્ધાર માટે. આત્માને ઉદ્ધાર તે જ થાય કે જીવને જે વહાલામાં વહાલું છે ને જે સંસારમાં ભટકાવનારું મુખ્ય કારણ છે, એને ત્યાગ કરવામાં આવે. જે આ મુખ્ય અને અતિપ્રિયને ધર્મ કરતાં વધારે વહાલું જ કરીને રાખવામાં આવે, તે પછી એની આગળ ધર્મ ગૌણ થઈ જાય છે. એટલે જરૂર પડયે ધર્મ કરીને ય ફળમાં એ અતિ પ્રિય વસ્તુ હસ્તગત કરી લેવાનું મન થઈ જાય છે! હવે જોઈએ તે દુનિયામાં માણસને પૈસા બહુ વહાલા છે, પરિગ્રહ બહુ વહાલે છે, અને પૈસા પર જ ગાઢ મૂછ, વિષય-વિલાસે, અને આરંભ-સમારંભેનાં મહા પાપે ચાલે છે, તેથી ધનમૂછ એ સંસારનું આગેવાન કારણ છે. હવે જીવ ધર્મ કરવા જાય છે, પરંતુ પૈસા બરાબર સાચવી રાખીને! દા. ત. દેવદર્શન કરવા ગયે પરંતુ પ્રભુની આગળ પૂજાની પોતાની કશી સામગ્રી ન મૂકી, યા દર્શન નહિ, પ્રભુની પૂજા કરવા ગયે ધનજરનાં જઈ, વિષય