________________ 233 ' પેલા નરસિંહની વાત ખબર છે ને? પૂર્વ જનમમાં એ ભિખારી હો, ભીખ માગતા ય પૂરું મળતું નહોતું તેથી એકવાર કંટાળીને બીજે ગામ જવા નગર બહાર નીકળતું હતું, ત્યાં એને મુનિ મળ્યા. મુનિને ભિખારી કહે “બાપજી! ભૂખે મરું છું નોકરી ય નથી મળતી, મજુરી ય નથી મળતી, ને ભીખ માગે ય ખાવા નથી મળતું. મારા પર દયા કરે, કાંક રસ્તે બતાવે.” મુનિ કહે “ધમ કર”! ભિખારી કહે “પ્રભુ” મારી પાસે એક પૈસે ય નથી તે શેનાથી ધર્મ કરું?” . ભિખારી શું સમજીને આ કહી રહ્યો છે. કે પૈસા વિના ધર્મ શી રીતે થાય?” એ સમજીને કે “ધર્મ કરે એટલે પિતાને સ્વાર્થ ત્યાગ કરી બીજાનું ભલું કરવું, અને તે દીન-દુખિયાને દાન કરવાથી થાય.” પૂર્વ કાળની આ કેવી ઉત્તમ સમજ! જ્ઞાનીઓએ પણ દાન-શીલ–તપ–ભાવના એ ચાર પ્રકારના ધર્મમાં દાનધર્મ પહેલે મૂક્યો છે. તીર્થકર ભગવાન પણ મહાન ચારિત્ર ધર્મનું પાલન કરવા નીકળે છે તે પણ પહેલાં વરસભર દાન દઈને નીકળે છે. અમદાવાદમાં હરકોર શેઠાણી રોજ પ્રભુદર્શન કરવા જતા તે