________________ જીવે પર દયા પહેલી કરાય, અને પરમેશ્વરનું બહુમાન પહેલું કરાય, તે જ ધર્મરૂપી પુત્રને જન્મ થાય. “ના, હું તે તપસ્યા કરીશ, દુખી જીવની શક્તિ છતાંય દયાબયા મારે કરવાની જરૂર નથી. આ ભાવ રાખે તે દયા વિનાના કઠોર દિલમાં તપથી પણ ધર્મપરિણતિ ન ઊભી થાય. એમ, ના, હું તે મંદિરમાં મંજીરા વગાડીશ, કે સ્તવનના રગડા તાણીશ, પણ મારા પૈસા ખરચી પ્રભુનું બહુમાન સત્કાર કરવાની મારે જરૂર નથી” આ ભાવ રાખે તે એમાં પરમ ઉપકારી પરમાત્મા પ્રત્યે શુષ્ક અને અભિમાની બનેલા દિલમાં ધર્મની પરિણતિ ન ઊભી થાય. જીવ પ્રત્યે દયાની અને ભગવાન પ્રત્યે બહુમાનની અવગણના કરવામાં હૈયાનું વલણ તપાસે, હૈયાના પરિણામ જુઓ, કેવા ચાલી રહ્યા છે. ધરાર સામે ભૂખે જીવ ટળવળતે દેખાતું હોય અને એને દાન કરી એનું ડું પણ દુઃખ દૂર કરવાની ઈચ્છા જ ન થાય, થોડી પણ દયા જ ન કરાય, એ દિલ કેટલું કઠેર? એના દિલમાં ધર્મ શી રીતે ઊગે? ધર્મ તે ઊંચી વસ્તુ છે. એ કેમળ દિલમાં ઊગે. દિલમાં કમળતા લાવવા દયા પહેલી જોઈએ.