________________ ર૩૧ તે જંગલમાં નિધાન મળતાં નિધાનપ્રાપ્તિ પ્રત્યે ભારે સિહભાવ આબે, ને દિલ ગદ્દગદ થઈ ગયું, એમ આપણને દેવ-ગુરુ-ધર્મ એ નિધાન મળ્યા લાગે, ને એ પ્રાપ્તિ વિનાની પૂર્વની દશા ભિખારી જેવી લાગે; તેમજ એ ધર્મવિહેણી ભિખારડી દશા પર ભારે નફરત હોય. ધર્મસાધનામાં મગદભાવ લાવવાને ઉપાયઃ એટલે જ ધર્મસાધનામાં આ કરવાનું છે કે પહેલાં તે આપણને આપણામાં આત્મગુણોનું દેવાળું જોઈ તેમજ આંતર પરિણતિમાં ધર્મનું દેવાળું જોઈ આપણું જાત સાવ ભિખારી લાગવી જોઈએ, ને એના પર નફરત વરસવી જોઈએ. જાત ભિખારી લાગે છે ખરી? “ના, ભિખારી શાના? ઘર છે, દુકાન છે, પૈસા છે, ખાનપાન, કપડાં વગેરે મળ્યું છે પછી ભિખારી શાના?’ આમ આત્મગુણે અને ધર્મ પરિણતિની દરિદ્રતામાં ભિખારીપણું લાગતું નથી. ભિખારીપણું લાગતું હોય ને એ દિલને કરડતું હોય, તે એને કલ્પાંત કેટલે હેય? આ તે રેજ નહિ, કિન્તુ મહિને એકવાર પણ આ ભિખારીપણુનું એક આંસુ ય નહિ આવતું હોય! કઈ દિવસ મનને હદય વેધી અફસેસી નહિ કે ભગવાન પાસે રેવાનું નહિ કે “હાય! આવા ઉંચા મનુષ્ય જનમમાં આવ્યા,