________________ 230 ગદગદભાવ ચીજ એવી છે કે એમાં એકાકાર કરી દે. પાલક પાપીની ઘાણીમાં પલાતા બાળ મુનિને પણ પિતાના શરીર અને કર્મ પર એવી નફરત વરસી કે ક્ષમા–સમતામાં ભારે ગદગદતા આવી! તે ગદગદતા એવી આવી કે એમાં એકાકાર થઈ જતાં એ પણ વીતરાગ બની કેવળજ્ઞાન પામી મોક્ષ પામી ગયા! વાત આ છે કે પાપ અને પાપ સાધન ભૂત કાયા માયા પર ભારે નફરત લાવે, તે ધર્મ તારણહાર લાગીને ધર્મની સાધનામાં ભારે ગદ્ગદતા આવે. ગદગદ દિલની ધર્મસાધનાના ફળ ઊંચા! કમઠના લાકડામાંથી બહાર કઢાયેલ અર્ધ બળેલા સાપને પાશ્વકમાર તરફથી નવકાર મળે તે એમાં એ ગદ્દગદ થઈ એકાકાર થઈ ગયે કે મરીને એ ધરણે થયે! એમ સમડી, બળદ જેવાને પણ ઠેઠ દુઃખદ અંતકાળે નવકાર સાંભળવા મળે તે એમાં ગદગદ થઈ ઓતપ્રોત થવાના પ્રતાપે એ સુંદર માનવ અવતાર પામ્યા. આ મેંઘેરા જનમમાં ખાસ જરૂરી આ છે કે દેવમાં ગુરુમાં ધર્મશ્રદ્ધામાં ધર્મસાધનામાં અહેવાભાવ લાવી ગદગદ દિલવાળા બને. પણ એ અહોભાવ ત્યારે આવશે કે જ્યારે જેમ પેલા ભિખારીને પિતાના ભિખારીપણાની દુઃખદ દશા પ્રત્યે ભારે નફરત હતી (1