________________ 187 નહિ, ત્યારે આમ તેમ રખડત ભટક્ત એક માયાવી જોગીના પાશમાં ફસાયે. જોગની જાળમાં શિવકુમાર: જગીને સુવર્ણપુરુષ સિદ્ધ કરવું હતું. એની વિધિ આવે- એમાં એક ઉત્તરસાધક જોઈએ. માટે અગ્નિને કુંડ કરી એની આગળ જોગી એને જાપ જપતે બેસે, એક બાજુ ઉત્તરસાધકને બેસાડે, અને બીજી બાજુ એક મડદું રાખે. અમુક સંખ્યામાં જાપ થાય એટલે વેતાલ મડદામાં પેસીને, મડદાના હાથમાં તલવાર પકડાવેલી હોય, એના વડે ઊઠીને ઉત્તરસાધક પર તલવારને ઘા કરી એને ઊંચકીને અગ્નિ ધીખતા કુંડમાં નાખે, એટલે એ પુરુષ સુવર્ણપુરુષ થઈ જાય. - હવે આમાં ઉત્તરસાધક તરીકે કેઈને જેગી શેતે હતે, ને આ શિવકુમાર એને ભટકાઈ ગયે; કેમકે શહેર બહાર જંગલમાં જોગી જાપ કરતે બેઠે હતો ત્યાં શિવકુમાર જઈ ચડે. જેની પૂછે “કેન બચ્ચા? કેન હૈ? શિવકુમાર દુઃખને માર્યો દીનતાથી કહે છે - બાવાજી ! હું આ નગરના શેઠિયાને દીકરે, પણ જુગારમાં બાપની બધી મૂડી ખોઈ બેઠો છું, અને હવે ખાવાના સાંસા છે.”